મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વિકસિત ભારત-2047, રોજગાર, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રમતગમત, મહિલા સશક્તિકરણ, સાયબર ક્રાઇમ, નશામુક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયો અંગે યુવાઓના પ્રશ્નો અને સૂચનો સાંભળી, તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ રાજ્યના વિકાસના વિઝન અને જનકલ્યાણલક્ષી અભિગમથી યુવાઓને માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવી સુધી વિકાસની તકો અને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં યુવાનોને સહયોગી બનવાની પ્રેરણા આપી હતી તેમજ ‘રાષ્ટ્રપ્રથમ’ના ભાવ સાથે યુવા પેઢી તેમના કૌશલ્ય, પોઝિટીવ થિંકીંગ, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસ સાથે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
#SevaSankalpAbhiyan