એક ગરબા આયોજક સાથે વાત થઈ રહી હતી, એમને પણ ફાયર NOC નહોતી મળી પણ આયોજન કરી નાખ્યું તો કમનસીબ ઘટનાઓ જોયા પછીનો સ્વાભાવિક પ્રશ્ન પુછ્યો કે જો કશુંક ખરાબ થાત તો?
એમણે જવાબ આપ્યો ક્યાં કશું થયું!
અધિકારીને પુછ્યું કે આટલા બધા આયોજનો બેફામ કોઈ જ સુરક્ષા તપાસ વગર કેમ થવા દો છો? આગ લાગે એવુ મટિરીયલ, જરૂરથી વધારે ખાલી શણગાર અને અલગ દેખાવવાના નામ પર મશાલો રાખે છે,
તો સરસ જવાબ આપ્યો.. આપણી પાસે એટલા માણસો, વ્યવસ્થા છે જ નહીં કે કોઈ SOP સરસ રીતે લાગુ થાય તો ખોટો લોકોનો તહેવાર અને ધંધો ક્યાં બગાડવાનો!!!
ગજબ સ્થિતિ છે, આપણે ત્યાં દરેક માણસ માનીને બેઠું છે કે એ ભલે કોઈની પરમિશન ના લે પણ અકસ્માત અને દુર્ઘટના એની પરમિશન લઈને જ આવશે..
કોઈ જ નીતિ નિયમોનું પાલન નહીં, ઓળખાણ-સેટીંગ-રૂપિયાની બોલબાલા.. ધંધો કરી જ નાખવો છે જાણે આવતું વર્ષ જોવાના જ નથી. આટલી આટલી જિંદગીઓ અકસ્માતોમાં ગુમાવી નાખ્યા પછી નાગરીક, બ્યુરોક્રસી કે સરકાર જાણે કોઈને ફરક જ નથી પડતો..
કહીએ તો કહે તહેવાર ક્યાં બગાડવાનો.. હદ કરો છો, કાલે કશું થાય ત્યારે? ૪ લાખ ફેંકશો મરનારના સ્વજનોના મોંઢા પર?
આપત્તિ વ્યવસ્થાપનના નામે મૃતકોને વળતર ચુકવવાના બજેટ ના હોય, આપત્તિ આવે નહીં એ માટે પ્લાનિંગ અને અમલ હોય.
માતાજી મનના અસુરોનો નાશ કરે એવી પ્રાર્થના.